એક વિચાર

એક વિચાર…

નમસ્કાર,

અમારા ગૌરવવંતા આત્મીય, તેજસ્વી બંધુ-ભગિનીઓ….

અખંડ ભારતના શિલ્પી અને સાચી સ્વતંત્રતાના પ્રણેતા એવમ્ લોહપુરૂષ, યુગપુરૂષ એવા “શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ” ના આપણે સૌ વારસદાર છીએ તેનું આપણે મન ગૌરવ છે.

આવો, અમારા વ્હાલા જ્ઞાનવંતા, ખમીરવંતા, ઝમીરવંતા, અમીરવંતા ભાઈ-બહેનો…. આપણે સૌ કડવા – લેઉઆ, નાના-મોટા વાડામાંથી બહાર આવી “સરદાર સાહેબ” ના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” કરવા કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ થઈએ.

આપણી “યુવા પેઢી” ના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન – વિજ્ઞાન અને ટેક્નોલોજીની આ 21મી સદીમાં અને અવિરતપણે ચાલતાં ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણના આ સમય પ્રવાહમાં આપણાં દીકરા-દીકરીઓ દેશ – દુનિયા સાથે તાલ મિલાવી શકે અને પોતાની તેજસ્વી આંખોના સપનાં પૂરાં કરી શકે, વિવિધ પ્રકારની ઉભરાતી તકોને ઝડપી શકે, સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતી માટે આગળ વધી શકે, આત્મવિશ્વાસથી પોતાનું સ્વાવલંબી જીવન જીવી શકે તે માટે તેમને પૂરતું પીઠબળ અને માર્ગદર્શન પૂરૂ પાડીએ.

તેઓ શિક્ષિત – દિક્ષિત – વિકસિત અને સ્વયંમાં ભૂ રક્ષિત થઈ સ્વયંમાં વિશ્વાસ, પારિવારિક સંબંધોમાં, સમાજમાં અભય તૃપ્તિ અને પ્રકૃતિ સાથેના સમન્વયથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ વધે એવી આપણી નેમ છે.

આવો, આપણે લોકશાહીના ચાર આધારસ્તંભો જેવા કે રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડીયાતંત્રમાં વધુમાં વધુ આપણાં દીકરા-દીકરીઓ સહભાગી થાય અને તેઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે માટે તેઓને સક્ષમ બનાવીએ.

આવો, આપણે સૌ મળીને “સમસ્ત પાટીદારની એકતાનું ધામ – સરદારધામ” ને તન-મન-ધનથી વધુ સક્ષમ બનાવીએ અને પગદંડીથી મહાપ્રયાણની આ વિકાસયાત્રામાં સૌ પાટીદાર બંધુ ભગિનીઓ જોડાઈએ…

જય સરદાર…. જય હિંદ….

ગગજી જી. સુતરિયા
પ્રમુખ-સેવક
સરદારધામ

સરદારધામના સ્વપ્નદ્રષ્ટા

સ્વ. શ્રી કેશુભાઈ પટેલ (શેઠ)
પૂર્વ પ્રમુખશ્રી,
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
 
સ્વ. શ્રી ઓધવજીભાઈ આર. પટેલ
અજંતા ગ્રુપ, મોરબી
પદ્મશ્રી મથુરભાઈ એમ. સવાણી
પ્રમુખશ્રી,
જલધારા ટ્રસ્ટ, સુરત
સ્વ. શ્રી હરદાસબાપુ
અમદાવાદ
 
up_aero.png
Feedback
parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online nike tn pas cher peuterey outlet piumini woolrich outlet golden goose outlet golden goose outlet chaussures de foot chaussures de foot chaussures de foot chaussures de foot golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi chaussures de foot 2017 chaussures de foot pas cher